મોરબીના નવા ખારચીયામાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોની અટકાયત

0
77
/

મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 28ના રોજ મોરબી તાલુકાના નવા ખારચીયા ગામમાં સુરેશભાઇ વાણંદના મકાનની પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 8,400 કબ્જે કરવામાં આવ્યા છે. આ બનાવમાં સુરેશભાઇ મનજીભાઇ લખતરીયા, હસમુખભાઇ બાબુભાઇ જાલરીયા, અનીલભાઇ રવજીભાઇ વણોલ, મણીલાલ ધીરજલાલ બોપલીયા, દેવજીભાઇ ભુરાભાઇ વણોલ તથા રોનકભાઇ નરભેરામભાઇ વાધળીયાની અટકાયત પણ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/