મોરબીમાં એક ઈંચ , ટંકારામાં દોઢ, હળવદમાં સવા ઈંચ વરસાદ

0
86
/
બપોરે 12 વાગ્યા સુધીમાં હળવદમાં 30 મીમી, મોરબીમાં 23 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને સૌથી ઓછો માળિયામાં 7 મીમી જેટલો વરસાદ 

મોરબી : હાલ વાવાઝોડા તાઉતેની અસર હેઠળ ગઈકાલે સાંજથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના તમામ પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ટંકારા તાલુકામાં દોઢ ઈંચ એટલે કે 36 મીમી અને સૌથી ઓછો માળીયા તાલુકામાં 7 મીમી વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના સત્તાવાર સુત્રમાંથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ગઈકાલે રાત્રિથી સવાર સુધીમાં મોરબીમાં 11, વાંકાનેરમાં 12, ટંકારામાં 10, હળવદમાં 9 અને માળીયા તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 12, વાંકાનેરમાં 8, ટંકારામાં 26, હળવદમાં 21 અને માળીયા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાતા સૌથી વધુ ટંકારા તાલુકામાં 36 મીમી એટલે કે દોઢ ઈંચ અને માળીયા તાલુકામાં સૌથી ઓછો 7 મીમી વરસાદ નોંધાયો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/