મોરબીમાં રાષ્ટ્રભકત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠની જાહેર સભા યોજાઈ ગઈ

0
174
/

જય અંબે સેવા ગ્રુપ અને રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા બાઈક રેલી કાઢી રાષ્ટ્રભકત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું સ્વાગત કરાયું

મોરબી : તાજેતરમા મોરબીમાં જય અંબે સેવા ગ્રુપ અને રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા ગઈકાલે રાષ્ટ્રભકત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગઈકાલે બપોરે તેઓ આવી પહોંચ્યા બાદ ઉમિયા સર્કલથી સામાકાંઠે સર્કિટ હાઉસ સુધી બાઈક રેલી યોજીને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગઈકાલે સાંજે લીલાપર રોડ ઉપર રાષ્ટ્રભકત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠની જાહેર સભા યોજાઈ હતી.જેમાં પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાની, સંત ભાણદેવજી, રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધોગપતિઓ, વિશ્વ હિન્દુ પરિષદના અગાવેનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ તકે કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દે લોકોને જાગૃત થવાની હાકલ કરી દરેક ઘરમાં દીકરીની અનિવાર્યતા પણ સમજાવી હતી.જ્યારે રાષ્ટ્રભકત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર પાસે ચાર વૈદ, 18 પુરાણ, 68 નીતિ અને 108 ઉપનિષદ છે તે રાષ્ટ્ર શ્રેષ્ઠ છે. તેમણે પોતાના હક માટે લડાઈની રીત અને ન્યાયાલય અને સરકારની વ્યાખ્યા સમજાવી અને હાલમાં દેશમાં પ્રવર્તતા નારી ઉપરના અત્યાચારનો ચિતાર આપ્યો હતો. દરેક મોટામાં મોટી સમસ્યાનો હલ એક સાચા રાષ્ટ્રવાદીઓ પાસે હોય એનું સન્માન અને આદર કરવાની ટકોર કરી હતી. સ્ત્રીઓના યૌન શોષણના બનાવો અંગે તેમણે ઊંડું મનન ચિંતન કરી તેના ઈલાજને પણ રજૂ કર્યો હતો.તેઓએ સરકારની નીતિઓ, ન્યાયની રીત, સમાજ વ્યવસ્થા અને હાલની તમામ સમસ્યાઓના મૂળ સુધી પહોંચી દરેકને રાષ્ટ્રભાવનના કેળવવા અને સમસ્યાથી દુર નહિ પણ મક્કમ મનોબળથી સામનો કરવા અને સામુહિક શક્તિથી એકતા દર્શાવવાની હાકલ કરી હતી.સાથેસાથે ધર્મ દરેકનું ઉત્તરદાયિત્વ હોય એને નિભાવવાની પણ ટકોર કરી હતી. આ તકે આ રાષ્ટ્રભક્ત અને સોમનાથથી આવેલા યુવાનોનું પાંઘડી તથા તલવારથી સન્માન કરાયું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/