મોરબી : હાલ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે. પી. જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા તેમજ તાલુકામાં ઉચ્ચકક્ષાએ પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અન્ય રાજ્યના પોલીસના ગ્રેડ પેની સરખામણીએ ગુજરાતમાં ગ્રેડ પે ઓછો હોય તો એમાં સુધારો કરવામાં આવે અને પોલીસની નોકરી દરમ્યાન ટાઈમ શેડ્યુલ બનાવામાં આવે, આવા વિવિધ નિયમોની રજુઆત કરી સરકાર દ્વારા નિયમોમાં સુધારા કરવામાં આવે તે માટે રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર જે. બી. પટેલને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા મોરબી કરણી સેના ટીમ એ હાજરી આપેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide