મોરબીમાં રામજી મંદિરના પ્રાંગણાંમાંથી રક્તચંદન સહિતના કિંમતી વૃક્ષો કાઢી ફેંકાયા

0
292
/

અવધ સોસાયટીમાં બનેલો બનાવ : મોટી ઉંમરનો અજાણ્યો માણસ સીસીટીવીમાં કેદ

મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલી અવધ સોસાયટીના રામજી મંદિરના પ્રાંગણમાંથી મોટી ઉંમરનો અજાણ્યો શખ્સ રક્ત ચંદન સહિતના કિંમતી વૃક્ષોની તોડફોડ કરી જતા સોસાયટીના રહીશો દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરની અવધ સોસાયટીમાં આવેલ રામજી મંદિરમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારારક્ત ચંદન સહિતના અનેક ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને જતન પૂર્વક વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો છે પરંતુ કોઈ અજાણ્યા માણસ દ્વારા રામજી મંદિરમાં પ્રવેશી અવારનવાર આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે.

દરમિયાન ગત તા. 27માર્ચના રોજ વહેલી સવારે રામજી મંદિરના પ્રાંગણમાં વાવેલા અને જતન પૂર્વક ઉછેરવામાં આવેલા રક્ત ચંદન સહિતના કિંમતી વૃક્ષ કોઈ મોટી ઉંમરના અજાણ્યા શખ્સ દ્વારા ઉખાડી નાખી પોતાની સાથે લઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હોવાથી સોસાયટીના રહેવાસીઓ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસને અરજી સ્વરૂપે ફરિયાદ કરી પ્રકૃતિને નુકશાન પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માંગ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/