બી ડિવિઝન પોલીસનો દરોડો : પ્રશંશનીય કામગીરી
મોરબી : આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડીને 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સાથે રૂ. 50 હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઉમા ટાઉનશીપ ગેઇટની સામે અરૂણોદયનગર બ્લોક નંબર 155માં રેડ પાડીને જુગાર રમતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા લાલુભા જાડેજા ઉ.વ.60, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ફુલતરિયા ઉ.વ.49, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા ઉ.વ.52, મગનભાઈ જેરામભાઈ રાજપરા ઉ.વ.60, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા ઉ.વ.56 અને જયંતીભાઈ વાઘજીભાઈ વરસડા ઉ.વ.57ને રૂ. 50,500ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide