[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં વસતા પરિવારની સગીર વયની દીકરી સાથે એક ઇસમેં શારીરિક અડપલા કર્યા હોય દરમિયાન સગીરાની માતા આવી જતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો જે અંગેનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને ૭ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજીભાઈ વધોરા રહે બૌધ્ધ્નગર નઝરબાગ રેલ્વે સ્ટેશન વાળો ફરિયાદીના ઘરે આવ્યો હતો અને ચા બનાવવા દૂધ લેવા ફરિયાદી બહાર ગયા હોય ત્યારે આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરી સાથે શારીરિક ચેનચાળા કરીને અડપલા કર્યા હતા દરમીયાન ફરિયાદી માતા આવી જતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો
જે અંગેનો કેસ આજે સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ મોરબી એમ કે ઉપાધ્યાયની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ખાનભાઈ ઉર્ફે ભગવાનજી વધોરાને કસુરવાન ઠેરવી ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને રૂ ૧૦ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ગુનેગાર દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષ સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે સાથે જ ભોગ બનનાર બાળકીને ધી ગુજરાત વિકટીમ કમ્પેન્સેસન સ્કીમ અંતર્ગત રૂ ૧.૫૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે
જે કેસમાં સરકારી વકીલ સંજયભાઈ દવે રોકાયેલ હતા જેની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી સખ્ત કેદની સજા ફટકારી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide