મોરબી : તાજેતરમા મોરબીમાં આજે સરાજાહેર મારામારી થઈ હતી અને રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હથિયારો લઈને મારવા દોડતા બેથી ત્રણ શખ્સોના આંતકનો વીડિયો વાયરલ થયો છે.
મોરબીના શક્તિ ચોકમાં રોડ ઉપર મારામારી થઈ હતી. આથી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. સરાજાહેર રોડ ઉપર બે શખ્સો ખુલ્લા હથિયારો સાથે અને એક મહિલા પાછળ પાછળ દોડતી દેખાય છે. આ એક શખ્સ લોહી લુહાણ પણ થયો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. કોઈ અંગત અદાવતને લીધે મારામારી થઈ હોવાનું અનુમાન છે. જો કે આ બાબતને કોઈ સતાવાર પુષ્ટિ મળી નથી. પણ વીડિયોમાં રોડ ઉપર બેથી ત્રણ શખ્સો ખુલ્લા હથિયારો સાથે આંતક મચાવતા દેખાઈ છે. તહેવારો દરમિયાન જ સરાજાહેર મારામારીને કારણે લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide