મોરબીમાં ભરવાડ સમાજને ભાજપની ટિકિટ ફાળવણીમાં હળહળતો અન્યાયની રાવ

0
203
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
મોરબી નગર પાલિકાના ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી રોષ વ્યક્ત કરતા માજી કાઉન્સિલર

મોરબી : હાલ મોરબીમાં ભરવાડ સમાજની વિશાળ વસ્તી હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભરવાડ સમાજને ટિકિટ ફાળવવામાં ન આવતા ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આજે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી ભરવાડ સમાજના માજી કાઉન્સિલરે વોર્ડ નંબર-5માં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના ગણિતમાં ભાગાકાર-ગુણાકારમાં ફેરફાર થાય તેવા સંજોગો નિર્માણ થયા છે.

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તાર,દરબારગઢ,ત્રાજપર,લીલાપર રોડ સહિતના વિસ્તારમાં ભરવાડ સમાજની મોટાપ્રમાણમાં વસ્તી હોવા છતાં આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરવાડ સમાજના એકપણ અગ્રણીને ટિકિટ ન ફાળવતા વોર્ડ નંબર -5ના માજી કાઉન્સિલર ગોપાલભાઈ દેવાભાઇ રાતડીયા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી ભાજપને જવાબ આપવા સમગ્ર ભરવાડ સમાજને આહવાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં ભાજપની ટિકિટ ફાળવણીને લઈ બ્રહ્મસમાજ બાદ ભરવાડ સમાજે પણ ખુલ્લેઆમ અપક્ષ લડી લેવા નીર્ધાર કરતા ભાજપના મતદાનના આંકડાને સીધી જ અસર પડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે,જો કે, ભાજપ દ્વારા બન્ને સમાજની નારાજગી દૂર કરી ઘીના ઠામમાં ઘી ઠાલવી પણ દેવામાં આવે છે કેમ એ તો આવાનરો સમય જ બતાવશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/