મોરબીમાં ગત રાત્રે અને આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ગયો હતો. જેને લીધે ઉકળાટ અનુભવતા લોકોમાં આનંદની હેલી ઉમટી હતી. મોરબીમાં વહેલી સવારે 6 થી 8 દરમિયાન 4 એમએમ અને 8 થી 10 દરમિયાન 3 એમએમ, એમ કુલ 7 એમએમ જયારે હળવદમાં સવારે 6 થી 8 દરમિયાન 10 એમએમ વરસાદ નોંધાયો છે. મોરબીમાં કાલે મોડી રાતે ૪ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરુ થઇ ચુક્યો છે. અસહ્ય ગરમી બાદ આજે વરસાદ આવતા સમગ્ર જીવસૃષ્ટિ જાણે આળસ ખંખેરીને બેઠી થઇ હતી. વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ વરસાદથી મોલાતને પણ ફાયદો થાય એમ છે. આજથી પાંચ દિવસ સુધી ધીમેથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે, કે મોરબી વાસીઓ ઘણા સમયથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા. વરસાદને રીઝવવા માટે ઘણી પ્રાર્થના, વિનવણીઓ, ગાયત્રી હવન, વરુણયજ્ઞ પણ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના ગામડે-ગામડે, શેરીએ-શેરીએ ઠેર ઠેર અખંડ રામધૂનો પણ કરવામાં આવી હતી. ત્યારે આજે વરસાદ આવતા લોકોમાં ઉત્સાહ પ્રસરી ગયો છે.પરંતુ આ સામાન્ય વરસાદમાં જ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ ગઈ છે. આ જોતા પીજીવીસીએલની પ્રિ મોન્સૂન કામગીરી પર એક રીતે લોકોને શંકા ઉપજી રહી છે. કારણ કે, આવા સામાન્ય વરસાદમાં જ મોરબીમાં અનેક જગ્યાએ બે-બે કલાક સુધી લાઈટ ગુલ થઈ ગઈ હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide