મોરબીમાં ટ્રાફીકથી ધમધમતા નબળા રસ્તાઓનું સમારકામ કરવા માંગ

0
69
/
સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

મોરબી : હાલ મોરબીમાં સતત ટ્રાફીકથી ધમધમતા નવાડેલા રોડ અને તખ્તસિંહ મેઈન રોડ સહિતના ખરાબ થઈ ગયેલા રસ્તાઓને રીપેર અથવા નવા કરવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઇ છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી ગાંધી ચોક, પોલીસ ચોકી પાસેથી શરૂ કરીને નવાડેલા રોડ અને તખ્તસિંહ મેઈન રોડ સહિતના રસ્તાઓ તદ્ન બિસ્માર થઈ ગયેલ છે, જર્જરીત થઈ ગયેલ છે તેમજ ધોવાણ થઈ ગયેલ છે.

આ રસ્તાઓ “વન-વે” હોવાને લીધે તદ્ન બિસ્માર થઈ ગયેલ છે. મોરબી શહેરમાં દિન-પ્રતિદિન વધુ પડતા ટ્રાફીકને લીધે રસ્તાઓ તૂટી ગયેલ છે તેમજ મોટા ગાબડા પડી ગયેલ છે. ઘણી વખત મોરબી નગરપાલીકા કચેરી તરફથી રસ્તાઓ રીપેર કરી થીંગડા મારવામાં પણ આવેલ છે તેમ છતાં સતત ટ્રાફીકને લીધે વારંવાર તૂટી ગયેલ છે. જેથી સખત ધમધમતા ટ્રાફીકને વાહનચાલકોને ઘણી જ મુશ્કેલી પડે છે અને અકસ્માતો વારંવાર થતા જોવા મળે છે. તે ઉપરાંત, વાહનોના ઈંધણનો પણ વપરાશ વધી જાય છે અને વાહનોનું મેઈન્ટેનન્સ પણ વધુ પડતું આવે છે. તો આ સંદર્ભે દર્શાવેલ રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવા અથવા નવા બનાવવામાં આવે તે એક મોરબીના સામાજીક કાર્યકરની વિનંતી છે.તે ઉપરાંત, વિજય ટોકીઝ – સૌરાષ્ટ્ર હેર ડ્રેસર પાસે થોડી આગળની બાજુ આ ચોક છે ત્યાં પણ ગાબડા પડી ગયેલ છે. ત્યારે રાત્રીના સમયમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે વાહનો આ ગાબડામાં ફસાઈ પડે છે અને ઈજા પામે છે. તો આ બાબતે વહેલી તકે નગરપાલિકા કચેરી તરફથી કાર્યવાહી થાય તેવી અપીલ કરાઇ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/