મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે યુવાનની હત્યા : એકની હાલત ગંભીર

0
667
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : ગતરાત્રે મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલપંપ પાસે કોઈ કારણોસર યુવાનની તીક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર જાગી છે, આ બનાવમાં યુવાનના મિત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડી નજીક આવેલ એસ્સારના પેટ્રોલપંપ પાસે કોઈ કારણોસર અજાણ્યા ઈસમોએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી દેતા અજિત ગોરધનભાઇ પરમાર ઉ.24 રે.વણકરવાસ, મોરબી અને હુસેનભાઈ ફકરૂદિન ભાઈ હાથી ઉ.23 રે.લીલાપર રોડ વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અજિત પરમારનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ફકરૂદીનભાઈને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે.

જો કે, હત્યા અંગેનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી, હાલ પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળે દોડી ગયો છે, પ્રાથમિક ચર્ચાતી વિગતો મુજબ મૃતક યુવાન રીક્ષા ચલાવે છે અને બન્ને મિત્રો જમીને ત્રાજપર ચોકડી તરફ ગયા હતા ત્યારે અન્યના ઝઘડામાં વચ્ચે પડતા આ ઘટના ઘટી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યુ છે.

નોંધનીય છે કે, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં મૃતકના મિત્ર એવા ફકરૂદીનભાઈ રીક્ષા ચલાવી મૃતક અજિતભાઈને હોસ્પિટલમાં લાવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ અને બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ જતા પોલીસે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/