મોરબી : પાણીના ટેન્કરમાં પાણી ને બદલે દારૂ ભરીને લઇ જવાતો હતો

0
256
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાત્રિના લાલપર ગામ પાસેથી ટ્રેકટરની પાછળ પાણીના ટાંકો હોય અને તેની અંદર ૨૨૫૦ લિટર દેશી દારૂ પકડાયો હતો. તો લગભગ જીલ્લો બન્યા બાદ દેશી દારૂની મોટી રેડ હશે જેમાં હાલ એક આરોપીને ઝડપી લેવાયો છે રૂપિયા ૪૫ હજારની કિંમતના દેશી દારૂ તેમજ ટ્રેક્ટર અને મોબાઈલ મળીને રૂા.૨.૫૦ લાખની મુદામાલ કબજે કરવામાં આવ્યો છે તો અન્ય ચાર આરોપીના નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય ત્યારે જયસુખ પી. વસિયાણી ખાનગી રહે બાતમી મળી હતી ચોટીલા પંથકમાંથી ટ્રેક્ટરના પાછળ લગાવાયેલા પાણીના ટાંકા જેવા ટેન્કરમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરીને મોરબી તરફ આવી રહ્યો છે.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી, જગદીશભાઈ ડાંગર, પિયુષભાઇ બકુત્રા, શૈલેષભાઇ પટેલ અને દિનેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ વે બ્રિજ પાસે વોચમાં હતા ત્યારે બાતમી મુજબ નીકળેલ ટ્રેક્ટર કે જેની પાછળ પાણીનું ટેન્કર લગાવવામાં આવ્યુ હતુ તેને અટકાવીને ખોલીને જોતાં સમગ્ર ટાંકો દેશીદારૂના બાચકાઓથી ભરી દેવાયો હતો. જેમાં ચેક કરતા કુલ ૨૨૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. રૂપિયા ૪૫ હજારની કિંમતના દેશી દારૂ તેમજ રૂપિયા બે લાખના ટ્રેક્ટર અને પાંચ હજારની કિંમતનો મોબાઈલ એમ કુલ મળીને અઢી લાખની મતા સાથે કલ્પેશ લાખા ચૌહાણ જાતે કોળી રહે.ભિલોડા ધરપકડ કરવામાં આવેલી છે.તો વધુમાં મળતી વિગત મુજબ આ દારૂની હેરાફેરીમાં જયંતિ દેવસી ચૌહાણ ,ફરીદાબેન જયંતિ ચૌહાણ બંને રહે.પિરોઠા તા.ચોટીલાએ જથ્થો ભરી આપ્યો હતો અને મનસુખ ઉર્ફે મયો કોળી રહે.ત્રાજપર મોરબી-૨ અને જયંતિ કોળીને પહોંચાડવાનો હતો આ ચારેય આરોપીના નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/