મોરબીમાં પોસ્ટની સાથે બૅંક કર્મીઓની પણ બે દિવસની હડતાલનો પ્રારંભ

0
104
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

50 થી વધુ બૅંકના 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડતા બૅંકોના કરોડોનો વહીવટ ઠપ્પ

મોરબી : આજે મોરબી ખાતે પોસ્ટ ઓફિસના કર્મચારીઓની સાથે બૅંક કર્મીઓ પણ પોતાની પડતર માંગણીઓ સંદભે સરકારનું નાક દબાવી આજથી બે દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેમાં 50 થી વધુ બૅંકના 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડતા બૅંકોના કરોડોની વહીવટ ઠપ્પ થઈ ગયો છે. આથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

મોરબીમાં આજથી બૅંક કર્મીઓએ પણ બે દિવસની હડતાલ પાડી છે. પડતર પ્રશ્ને બૅંક કર્મીઓએ પણ હડતાલનું શસ્ત્ર ઉગામી આજથી બે દિવસની હડતાલ શરૂ કરી છે. લગભગ 50 થી વધુ બૅંકના 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાઈને સરકાર સામે પોતાની માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 50 થી વધુ બૅંકના 300 જેટલા કર્મચારીઓ હડતાલમાં ઉતરી જતા બૅંકોના કોરોડોના નાણાકીય વ્યવહાર ખોરવાઈ ગયા છે. તેથી લોકો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. જો કે હજુ આ બૅંક હડતાલ કાલે પણ ચાલુ રહેવાની હોવાથી લોકોની મુશ્કેલીઓ વધશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/