શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં જલારામ મંદિર ખાતે સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)ના સહયોગથી ભજન સંધ્યાનુ અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવારે ‘રામ નામ કે હીરે મોતી’ ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યા યોજાશે.
મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. ૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન યોજાઈ રહી છે. ત્યારે આગામી તા. ૨૯-૪-૨૦૨૨ શુક્રવાર રાત્રે ૯ કલાકે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ગાયક તથા ભજનીક ‘રામ નામ કે હીરે મોતી’ ફેઈમ અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ)ના સહયોગથી રાખવામા આવેલ છે.તો આ કાર્યક્રમમા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને સમયસર પધારવા જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ મો.૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા નિર્મિત કક્કડ (પ્રમુખ, જલારામ સેવા મંડળ)ની યાદીમા જણાવ્યુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide