[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં દરોડો પાડી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરાને 552 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબીના નવલખી રોડ ઉપર યમુના નગર પાસે આવેલ શ્રધ્ધાપાર્કમાંથી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા ઉ.43ના કબજામાંથી જુદી જુદી બ્રાન્ડની 552 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1, 84,200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide