મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર આવેલ વોર્ડ નં. 13માં રબારીવાસ, વણકરવાસ, વજેપર, મકરાણીવાસમાં દિવસ દરમિયાન 3-4 વખત વીજ પુરવઠો ખોરવાય છે. અવાર-નવાર પીજીવીસીએલમાં કોલ કરી જાણ કરવી પડે છે. આ સમસ્યાના લીધે સ્થાનિકો પરેશાન છે. તો આ સમસ્યા અંગે તાત્કાલિક નિવારણ લાવવા માટે પગલાં લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide