મોરબી : તાજેતરમા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવેલા ભગવાન ભોળિયાનાથના વાહન એવા નંદીઓ પીવાના પાણી અને પૂરતા છાંયડાના અભાવે મોતને ભેટી રહયા હોવાની મહિતી મળતાજ મોરબીના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નગરપાલિકાની નિર્દયતાને વખોડી કાઢી સત્તાધીશોને આડેહાથ લઈ તાકીદે પાણી, ઘાસચારો અને ગોડાઉનની સુવિધા કરવા તાકીદ કરી હતી.
ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના અધિકારીઓ હાલમાં ગૌવંશની રખેવાળ એવી ભાજપ સરકારની શાખને ઝાંખપ લાગે તેવી ચેષ્ઠા કરી શહેરમાંથી પકડવામાં આવતા રસ્તે રઝળતા ગૌવંશને રાખવાની જગ્યા એવા નંદીઘર પ્રત્યે ધ્યાન ન આપતા પાણીના અભાવે કાળઝાળ ગરમીમાં દરરોજ ચારથી પાંચ ગૌવંશ મોતને ભેટી રહ્યા હોવાની માહિતી મળતા મોરબી – માળીયાના લોકલાડીલા અને જાગૃત એવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉકળી ઉઠ્યા હતા અને આ મામલે અબોલ જીવોને ધોમધખતા તાપમાં પાલિકા દ્વારા પૂરતો છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવી પ્રથમ ફરજ છે ત્યારે આવી ફરજ ચૂકવામાં આવે તે જરાપણ ચલાવી લેવામાં નહિ આવે. વધુમાં તેઓએ તાકીદે આ મામલે પાલિકાના સત્તાધીશોને સૂચના આપી હોવાનું અને આગામી ચોમાસાની સ્થિતિ ધ્યાને લઇ જો ઘાસચારો સંગ્રહવા માટે યોગ્ય વ્યવસ્થા પાલિકા દ્વારા નહિ કરવામાં આવે તો આ વ્યવસ્થા માટે પોતે તૈયારી દર્શાવી અબોલજીવ માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે જાત મુલાકાત પણ લેનાર હોવાનું ઉમેર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide