હાલમાં પંજાબમાં PM કાફલાને રોકી હુમલાની કોશિશની ઘટનાને વખોડી કાઢતું હળવદ યુવા ભાજપ
હળવદ: ગઈકાલે પંજાબમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવાની તેમજ હુમલાની કોશિશની જે ઘટના બનવા પામી હતી તેને આજરોજ હળવદ યુવા ભાજપે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.
હળવદ યુવા ભાજપ દ્વારા પંજાબમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની તેમજ હુમલાની કોશિશની જે ઘટના બનવા પામી હતી તેના વિરોધમાં આજરોજ કોંગ્રેસના પૂતળાનું દહન તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.આ વિરોધ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી યુવા ભાજપના મહામંત્રી તપન દવે સહિત અનેક કાર્યકરો જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide