રાજકોટમાં ખેડૂત આગેવાનને માર મારનારા પોલીસ અધિકારીની સામે પગલા લેવા મોરબી જીલ્લા કિશાન સંઘની માંગ

0
83
/

રાજકોટના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા સાથે જે બનાવ બન્યો હતો તેના પડઘા મોરબી જીલ્લામાં પણ પડ્યા છે અને મોરબી જિલ્લા કિશાન સંગઠનના આગેવાનો દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જવાબદાર પોલીસ અધિકારીઓની સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે મોરબી જિલ્લા કિશાન સંગઠનના કાંતિલાલ ડી. બાવરવા, કુલદીપસિહ કે. જાડેજા, ભાવેશભાઈ  બી. સાવરીયા, વિજયભાઈ મૈયડ, જીવાભાઇ બાલાસરા અને રાણાભાઈ ડાંગર દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરીને મુખ્યમંત્રી દ્વારા બેદરકાર પોલીસ સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે, તા. ૨૦ ના રોજ રાજકોટમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને સાથે બીજા ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતોની પ્રવર્તમાન પરિસ્થિતી અને ખેત નીપજના ભાવો અને ટેકાના ભાવે ખરીદી બાબતે અવગત કરાવવા તેમજ ખેત નીપજ વડાપ્રધાનની રાહત નિધિમાં જમા કરાવવા માટે રાજકોટ કલેક્ટરની મુલાકાતે જતાં હતા ત્યારે તેને અટકાવવામાં આવેલ તેમજ તેઓની અટક કરવામાં આવી હતી ત્યાર બાદ ઈરાદા પૂર્વક બીજા ગુનામાં ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં રાખીને બેરહમી પૂર્વક ઢોર માર મારીને ગંભીર ઇજાઓ પહોચાડવામાં આવેલ અને વારંવાર વિનંતી કરવા છતા ડોકટરની સારવાર માટે લઈ જવામાં આવેલ ન હતા  અને પોલીસ અધિકારીઓ દ્વાર કાયદાથી પર જઈને કાયદાની જોગવાઈઓ વિરુધ્ધ જે ઢોર માર માંરવામાં આવેલ છે અને જે માનશિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવેલ છે. તેમજ ખેડૂતના પ્રશ્ને ખેડૂતની વાત નહીં  સાંભળી ને જે ખેડૂતના આવાજ ને દબાવાનો હિન પ્રયાસ કરવામાં આવેલ છે તેથી જવાબદાર પોલિશ અધિકારીઓ સામે કાયદેસર ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવે અને બેજવાબદાર અધિકારીઓને તાત્કાલિકના  ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/