તાજેતરમા રાજકોટમાં વધુ એક ખેલાયેલા ખૂની ખેલમાં અનૈતિક પ્રેમસબંધનો કરૂણ અંત આવ્યો છે રાજકોટના રેલનગરમાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના ઇસરા ગામના યુવાનને યુવતીના પિતાએ છરીનો ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે મૃતકના પિતાની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી 65 વર્ષીય નિવૃત પીજીવીસીએલ કર્મચારીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે ઉપલેટના ઇસરા ગામે રહેતાં ઇકબાલભાઈ હાજીભાઈ સોરા ઉ.58એ રાજકોટના રેલનગરમાં રહેતા રાજેન્દ્ર પોપટ રાઠોડ સામે પુત્ર આસિફની હત્યા અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ઉપલેટા પટેલ એગ્રી મીલમાં મહેતાજી તરીકે કામ કરે છે સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે આશીફના લગ્ન સાત વર્ષ પહેલાં થયા છે તેને સંતાનમાં બે બાળકો છે. આશીફ અગાઉ બેંકમાં પ્રાઇવેટ નોકરી અને હાલ હેવેલ્સ કંપનીમાં નોકરી કરતો હતો ગઈકાલે તે ઉપલેટામાં મીલ પર નોકરી ઉપર હતાં ત્યારે તેમના દિકરા રીઝવાનનો ફોન આવેલ કે, નાના ભાઇ આશીફને રાજકોટના રેલનગરમાં રહેતાં કિરણબેન જીતેન્દ્રભાઈ ચૌહાણ સાથે સંબંધના નાતે તેમના ઘરે જતાં કિરણબેનના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડને આશીફ ઘરે આવતો હોય તે ગમતું નહીં હોવાથી બંને વચ્ચે મારામારીનો બનાવ બનતાં આશીફને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માર મારતાં ઇજા થતાં રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લાવેલ છે અને હાલત ગંભીર છે તેવું જણાવતા પુત્ર ઇમ્તીયાઝ સહિતના સબંધીઓ રાજકોટ સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને તેના દિકરા આસીફ સોરા ઉ.32ને ઇમર્જન્સી વોર્ડમાં મરણ ગયેલ લાશ જોવામાં મળી હતી તેમજ દિકરા આશીફને ફરજ પરના તબીબે આશીફને ડાબા પગનાં સાથળનાં ભાગે તીક્ષ્ણ હથીયારનાં ઘા લાગતાં થયેલ ગંભીર ઇજાથી મોત થયેલનું જણાવ્યું હતું તેમજ આશીફ સોરાને દવાખાને કિરણબેન ચૌહાણ સારવારમાં લાવેલની હકીકત જાણવા મળેલ હતી.
આશીફ રેલનગરમાં રહેતી કિરણબેનના ઘરે આવતાં જે બાબતે તેના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડને તે ગમ્યું ન હતું બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીઆઈ પિયુષ ડોબરીયા અને ટીમે હત્યાને અંજામ આપનાર પીજીવીસીએલના નિવૃત કર્મચારી રાજેન્દ્ર પોપતભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જઇ બનાવની વિગતો મેળવી હતી. ઉપલેટા નજીક આવેલ ઈસરા ગામનો આસીફ ઉપલેટામાં પ્રાઈવેટ નોકરી કરતો હતો. તે દરમીયાન ઉપલેટામાં સાસરે રહેતી કિરણ સાથે પરીચયમાં આવ્યા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. જે મામલે રીક્ષાચાલક પતિને જાણ થતાં બાદમાં પતિ-તેમની પત્નીને લઈ રાજકોટ રહેવા આવી ગયા હતાં. જે બાદ પણ બંન્ને વચ્ચે સંબંધ અવિરત રહ્યા હતાં ગત સવારે આસિફ રાજકોટ આવ્યા બાદ જમ્યો હતો અને સાંજે ચા પીધી હતી ચા પીધા બાદ ઉપલેટા જવાની તૈયારી કરતો હતો ત્યારે જ યુવતીના પિતા આવી જતાં ઉશ્કેરાઈને આસિફને મોતને ઘાટ ઉતારી દીધો હતો યુવકના મોતથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide