રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ

0
606
/

અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત

મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી મહિલા છેલ્લા ત્રણ દિવસમાં ગામમાંથી ચૂંટણી પ્રચારના અંદાજે 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ મહિલા કોણ છે અને આવું શુ કામ કરી રહી છે તે પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે.

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ પ્રચાર- પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. તેવામાં રવાપર ગામે ચૂંટણીમાં ભારે રસાકસી હોય, રાજકીય આગેવાનો પ્રચારનો ધમધમાટ ચલાવી રહ્યા છે. ગામમાં ઠેક ઠેકાણે રાજકીય આગેવાનોએ પ્રચાર માટે બેનરો લગાવ્યા છે. પણ છેલ્લા ત્રણ દિવસમાં ગામમાંથી અંદાજે 50 જેટલા બેનરો ગાયબ થઈ જતા રાજકીય આગેવાનો પણ ચકરાવે ચડ્યા હતા.જો કે બાદમાં સીસીટીવી ફૂટેજ ઉપરથી આ બનાવનું રહસ્ય સામે આવ્યું છે. ગામના આગેવાનોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક અજાણી મહિલા ચોરી છુપીથી કોઈ જોઈ ન જાય તે રિતે બેનરો ફાડીને લઈ જતા નજરે પડે છે. હવે આ મહિલા છે કોણ અને આવું શા માટે કરી રહી છે. તેવા પ્રશ્નોની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/