સુરતમાં 200થી વધુ કોરોના દર્દીઓની યોગ્ય સારવાર કરનાર ડો. હરદિપ મણિઆર મોરબીનું ગૌરવ

0
59
/

મોરબી : સુરતની હોસ્પિટલમાં કોવીડ-19 વિભાગમાં હેડ તરીકે ફરજ નિભાવતા ડો. હરદિપ હર્ષદભાઈ મણિઆરનું વતન મોરબી છે. તેઓ 3 વર્ષથી સુરત ખાતે હોસ્પિટલમાં જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં કોરોનાની આ મહામારીમાં દર્દીઓની અને સમાજની સેવામાં દિવસ-રાત ખડેપગે હાજર રહે છે. તેઓના પિતા નિવૃત આસિસ્ટન્સ બેંક મેનેજર છે. તેમજ તેઓ SVP કન્યા વિદ્યાલયમાં નિવૃત પ્રિન્સિપાલ છે.

ડો. હરદિપ મણિઆરે MD (chest) ની ડિગ્રી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવી પ્રાપ્ત કરેલ છે. તેઓએ મુંબઈની પ્રખ્યાત હિંદુજા હોસ્પિટલમાંથી ક્રિટિકલ કેર (chest) અને ICU ની 3 વર્ષની તાલીમ લીધેલ છે. ગુજરાતમાં એકમાત્ર ડોક્ટર કે જેણે UKની MRCP ની ડિગ્રી સાથે યુરોપની EBDRM ની ડિગ્રી મેળવી છે. સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં બે માસની ઓબ્ઝર્વેશનશીપનો અનુભવ છે.

આ ઉપરાંત, તેઓને મુંબઈની પ્રખ્યાત હિંદુજા હોસ્પિટલનો ક્રિટિકલ કેર (Chest) અને ICU નો ૩ વર્ષનો વિશાળ અનુભવ છે. છેલ્લા સાત વર્ષથી સુરતમાં ક્રિટિકલ કેર અને ફેફસાંના રોગોના દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં IDCCMની તાલીમ આપી નવા ડોકટર તૈયાર કરવામાં આવે છે. તેઓ જૂન મહિનાથી કિરણ હોસ્પિટલમાં કોવિડ વિભાગના વડા તરીકે મોટી જવાબદારી નિભાવે છે. કોવિડ વિભાગની શરૂઆત ૪ નર્સિંગ સ્ટાફ, ૪ મેડિકલ ઓફિસર અને ૨૦ દર્દીઓથી કરી હતી. ૨૦૦ દર્દીઓ તેઓની સારવાર હેઠળ છે.

ડો. હરદિપ મણિઆરએ જણાવ્યું છે કે તેઓની આવડત પ્રમાણે ઈશ્વરે તેઓને નિમિત્ત બનાવી આ તક આપી છે. આ તક ઈશ્વર કૃપા અને સેવા કરવાનો મોકો સમજે છે. તેઓને સતત પ્રયત્નો છે કે દરેક દર્દીને સૌથી સારી સારવાર આપી કોરોનાની બિમારીમાંથી મુક્ત કરે. ડો. હરદિપએ દરેક દર્દી કોરોનાની બિમારીથી મુક્ત થઈ એમના પરિવારજનો સાથે હસીખુશી સમય વિતાવે, એવી આશા અને ઈચ્છા વ્યક્ત કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/