ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી

0
27
/

ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદને કારણે ધુનડા, મેધપર, વાઘગઢ, ગજડી સહિતના ગામડા બે કલાક સુધી સંપર્ક વિહોણા બન્યા હતા. તેમજ અપડાઉન કરતા વેપારી-ઉધોગપતિઓ નાના ખીજડીયાના સામા કાંઠે ફસાઈ ગયા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે વારંવાર ટિ.ડી.ઓ., મામલતદાર, પ્રાંત સહિતના વહીવટી તંત્રને પુલ ઉંચો લેવા રજૂઆત કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ના આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/