[રિપોર્ટ: પ્રતીક આચાર્ય] ટંકારા : તાજેતરમા ભારત સરકાર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટરીચ બ્યુરો અને યુનિસેફનાં સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાના પ્રવાસે આવેલ કોવિડ-19 વિજય રથ ટંકારા અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંભવિત સંક્રમણ અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની રથના પ્રચાર ચિત્રો તેમજ જાદુનાં પ્રયોગોના માધ્યમથી પ્રો. સત્યમ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
ટંકારા તાલુકા પંચાય ના એ.ટી.ડી.ઓ. ગૌતમકુમાર ભીમાણી અને સ્ટાફ અને ગ્રામજનો દ્વારા રથને આવકારી સરકારની વિવિધ યોજનાઓ અને કોરોના અંગે લોકજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. પ્રો.તત્સક ચંદ્રકાંત પાઠક ઉર્ફે સત્યમ જાદુગર દ્વારા મનમોહક જાદુઈ કરતબ સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ હતી. યુનિસેફ ટીમ વતી વિમલેશ પટેલ સહિતના જોડાયા હતા. આ તકે ગ્રામજનોને આયુર્વેદિક, હોમોયોપેથીક દવાઓનું નિશુલ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























