ટંકારા તાલુકામાં 10 ગામો સમરસ થતા 22 ગામોમાં જ ચૂંટણી

0
67
/

21 સરપંચની જગ્યા માટે 46 ઉમેદવારો મેદાને : 113 વોર્ડ માટે 245 ઉમેદવારો

ટંકારા : હાલ ટંકારા તાલુકામાં 10 ગામો સંપૂર્ણ સમરસ અને 10 ગામો અંશતઃ સમરસ થયા છે ત્યારે બાકી રહેતા 22 ગામો પૈકી ભૂતકોટડાને બાદ કરતાં 21 ગામોમાં સરપંચ પદ માટે 46 ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ છે ઉપરાંત 113 વોર્ડ માટે 245 સભ્યો મેદાનમાં છે.

આગામી તા.19ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી માટે ટંકારાનું મહેસુલી તંત્ર સજ્જ બન્યું છે. અહીંના ઓરપેટ વિદ્યાલય ખાતે મતગણતરી કરવા માટે નક્કી કરાયું છે અને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર માટે 100 તેમજ મતગણના માટે 90 જેટલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે ટંકારા તાલુકામાં ચૂંટણી પ્રક્રિયા માટે 300 કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તાલુકામાં ભૂતકોટડા ગામા સરપંચના ઉમેદવાર ન હોય 21 સરપંચ પદ માટે 46 અને 113 વોર્ડ માટે કુલ 245 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય ગ્રામીણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/