ટંકારા તાલુકામાં ટીડીઓ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ

0
28
/

ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા તમામ તલાટીની બેઠક બોલાવવામાં આવી હતી અને પંચાયત વિભાગ દ્વારા ગામો ગામ સ્થળાંતર કરવાના સંજોગોમા જગ્યાની ચકાસણી કરી વોકળા સફાઈ સહીતની કામગીરી કરાઈ છે.

ટંકારાના વીજ વિભાગના નાયબ ઈજનેર સોજીત્રાએ વિજળી પુરવઠો ખોરવાઈ નહી અને ઈમર્જન્સી ફોલ્ટ દુર કરવા એક્શન પ્લાન બનાવ્યો છે.જોકે આર એન્ડ બી વિભાગ અને મામલતદાર કચેરી હજી સુધી લોકડાઉનમાં હોય એવુ લાગી રહ્યું છે સરકારી ખરાબા કે નદી કિનારે રહેલા ઝુંપડાને દુર કરવા કે રોડ ઉપરના જોખમી હોર્ડિંગ્સ દુર કરવાની કામગિરીથી દુર હોવાનું જાણવા મળે છે.ત્યારે તંત્ર બાકી રહેલી કામગીરી તાત્કાલિક કરે એવી માંગણી ઉઠી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/