ભત્રીજા પપ્પુ સાથે મળી કર્યું હતું લૂંટની સ્ટોરી ઉભી કરતા ધરપકડ : મોરબી તાલુકા પોલીસની સયુંકત ટીમે ભાંડો ફોડ્યો
મોરબી : હાલ મોરબી – કંડલા હાઇવે રોડ ઉપર સોખડા ગામના પાટીયા પાસે આવેલ પિતૃકૃપા હોટેલના પાર્કીંગમાં ગઈકાલે લુંટનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. જો કે, બનાવ શંકાસ્પદ હોવા અંગે ગઈકાલે પોલીસ અધિકારીએ સંકેત આપ્યા હતા જેમાં ફરિયાદીની પૂછપરછમાં વેપારી બાકી નાણાંની ઉઘરાણી ન કરે તે માટે ભત્રીજા સાથે મળી ફરિયાદીએ નાટક કર્યાનું ખુલતા પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ફરિયાદીની જ ધરપકડ કરવામાં આવી છે.
મોરબી કંડલા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે હોટલના પાર્કિંગમાં ગઈકાલે પરોઢિયે છરીની અણીએ રૂપિયા 6.15 લાખની લૂંટ થવા મામલે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટ એમ.આર.ગોઢાણીયા, એલસીબી પીઆઇ વી.બી.જાડેજા સહિતની સયુંકત ટિમ દ્વારા સઘન તપાસ હાથ ધરી વાહન ચેકીંગ કરવાની સાથે લૂંટનો બનાવ શંકાસ્પદ જણાતા ભોગ બનનાર મૂળ પડધરી અને હાલ કચ્છના નખત્રાણા તાલુકાના જદોડરા રહેતા ફરિયાદી જેસીંગભાઇ લધાભાઈ સોલંકીની પૂછપરછ શરૂ કરતા સમગ્ર ઘટના ખોટી અને ઉપજાવી કાઢેલ હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં લૂંટ કેસના ફરિયાદી કમ આરોપી જેસિંગભાઈને પોતાના ધંધામાં ખોટ જતા દેણામાં આવી જતા અને પૈસાની સગવડ ન હોય જેથી માલ જેમની પાસેથી લીધેલ હોય તે વેપારી પૈસા આપવાનું દબાણ ન કરે તે માટે પોતાના ભત્રીજા પ્રફુલભાઇ ઉર્ફે પપ્પુ સોલંકી તથા તેના મિત્ર સાથે મળી આ ખોટી લૂંટનો પ્લાન બનાવેલ હોવાનું કબુલ્યું હતું.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ જેસિંગભાઈ લઘુભાઈ સોલંકી વિરુદ્ધ આઈપીસી કલમ-૧૮૨ મુજબ કાર્યવાહી હાથ ધરી ફરિયાદીની ધરપકડ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide