ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી રદ કરવા પીડિત પરિવારની અરજી

0
82
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવા સમયે જ ડિસ્ચાર્જ અરજી કરી બિન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજી સામે મંગળવારે પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવેએ સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી તમામ આરોપીઓએ કરેલી અરજીને રદ કરવા માંગ કરતી અરજી કરી હતી, હવે આ ડિસ્ચાર્જ અરજી, સરકારનો જવાબ અને પીડિત પરિવારોની અરજી અંગે મોરબી કોર્ટમાં આગામી તા.31મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા સમયે જ અલગ અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જેની સામે સરકારપક્ષે તમામ આરોપીઓ સામે જે જે કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે તે યોગ્ય હોવાનો જવાબ રજૂ કરી એફઆઈઆરમાં નોંધાયેલ કલમો મુજબ જ કેસ ચલાવવા તપાસનીશ અધિકારી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ચર્ચાસ્પદ ઝૂલતાપુલ કેસમાં મંગળવારે પીડિત પરિવારો વતી એડવોકેટ ઉત્કર્ષ જોશીએ મોરબી કોર્ટમાં તમામ પીડિતો વતી અરજી કરી આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માંગણી કરી આરોપીઓ સામે લગાવવામાં આવેલ કલમો મુજબ જ કેસ ચલાવવા અરજીમાં જણાવ્યું હતું.હવે આ કેસમાં આગામી તા.31મીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/