મોરબીના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર દબાણ કરનાર ત્રણ શખ્શો વિરુદ્ધ ફરિયાદ

0
121
/

મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં વૃદ્ધની જમીન પર ત્રણ શખ્સોએ ગેરકાયદે દબાણ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ત્રણેય શખ્સોએ વૃદ્ધની આ જમીન પચાવી પડાવવા માટે કારસ્તાન કર્યાની વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રામજીભાઇ હરખજીભાઇ વાધડીયા (ઉ.વ. ૬૨ ધંધો- નિવૃત રહે.રવાપર રોડ ગૌતમ સોસાયટી મોરબી)એ આરોપીઓ હુસેનભાઇ સિદીકભાઇ ખોડ, જુસબ હુસેનભાઇ ખોડ, ઇમરાન હુસેનભાઇ ખોડ (રહે. બધા મોરબી જોન્સનગર લાતી પ્લોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા ૨૬ ના રોજ સાંજના સમયે ફરીયાદીની વજેપર ગામમાં આવેલ જમીનના પ્લોટમાં આરોપીઓએ કોઇપણ જાતની પરવાનગી કે મંજૂરી લીધા વગર ગેરકાયદે પ્રવેશ કરી સિમેન્ટ બેલાથી પાકુ બાંધકામ કરી દબાણ કર્યું હતું. આથી, ફરીયાદીના અવાર નવાર કહેવા છતા દબાણ હટાવતા ન હોય અને ફરીયાદીનો પ્લોટની જગ્યા ભુલી જવા ઉડાવ જવાબ આપી ફરીયાદીને માલીકીના પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી દબાણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/