માળીયામાં પ્રેમ સંબંધ તોડી નાખનાર યુવાન ઉપર પ્રેમિકા સહિત બે શખ્સોનો હુમલો

0
81
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

માળીયા : માળીયા મિયાણામાં બીજે લગ્ન થયા બાદ યુવાને તેની પ્રેમિકા સાથે પ્રેમ સબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલ તેની પ્રેમિકા સહિત બે શખ્સોએ યુવાન હુમલો કરીને બાઇકમાં નુકશાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઇ છે. આ ફરિયાદના આધારે માળીયા પોલીસે પ્રેમિકા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી અકબરભાઇ કાસમભાઇ મોવર (ઉ.વ.૩૨, ધંધો- ખેતી, રહે- સરકારી હોસ્પીટલની પાછળ, માળીયા મી.) એ આરોપીઓ રસીદાબેન ઇકબાલભાઇ જેડા, સીરાજભાઇ ઇકબાલભાઇ જેડા (રહે- બન્ને માળીયા મી.) વાળા સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૯ ના રોજ બપોરના બારેક વાગ્યેની આસપાસ અકબરભાઇ કાસમભાઇ મોવરની વાડીએ માળીયા મી.ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીને આરોપી રસીદાબેન સાથે પ્રેમ સંબંધ હોય અને ફરીયાદીના લગ્ન થતા ફરીયાદીએ આરોપી સાથે સંબંધ તોડી નાખતા આ બાબતનું મનદુ:ખ રાખી બન્ને આરોપીઓ ફરીયાદીની વાડીએ જઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી તથા ત્યાં પડેલ ફરીયાદીનું મોટર સાઈકલમાં નુકશાન કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/