મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

0
7
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના ફરીયાદીની દીકરીને તા.૨૩/૦૩/૨૫ ના સવારના આશરે દસેક વાગ્યાના સુમારે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાએ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી ઉગ્ર જાતીય પ્રવેશ હુમલો કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ- ૧૩૭(૨), ૬૪(૨)(એમ),૫૪ તથા પોકસો એકટની કલમ-૪,૬,૧૭મુજબનો ગુનો નોંધી આરોપી નં.૧ ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયારની ધરપકડ કરેલ હતી જયારે આરોપી નં. ૨ જાનનાથ સોરમનાથ ને નાસતો ફરતો બતાવેલ અને પુરતો પુરાવો જણાતા આરોપીઓ સામે નામ. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ.સદરહુ કેસ મોરબીના એડી. ડિસ્ટ્રી. જજ સાહેબની કોર્ટમાં ચાલેલ અને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા.

આ કેસ ચાલતા તે દરમ્યાન આરોપીએ પોતાના એડવોકેટ મારફત નામ. ગુજરાત હાઈકોર્ટમાં બી.એન.એસ.એસ.ની કલમ-૫૨૮ હેઠળ કન્સાઈટ કવોસીંગ પીટીશન ફાઈલ કરેલ. નામ.ગુજરાત હાઈકોર્ટે કેસની હકીકતો તથા ફરીયાદીનુ સોંગદનામુ સમગ્ર બાબતો વંચાણે લીધા બાદ બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઈ હવે બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનુ હિત ધ્યાને લઈ નામ. ગુજરાત હાઈકોર્ટે ગીયાનસીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ એન્ડ રીર્પોટેડ ૨૦૧૨ ૧૦ SCC 303, મદન મોહન વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ ૨૦૦૮ ૪ SCC 58, નીખીલ મર્ચન્ટ વિ. સી.બી.આઈ રીર્પોટેડ ૨૦૦૯(૧) GLH 190 અને નરેન્દ્રશીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ ૨૦૧૪ (૨) CRIME 67 SC વીગેરે જજમેન્ટ ટાંકી મોરબી એ ડિવી. માં થયેલ ફરીયાદ તથા તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કરેલ અને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપીઓ તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ સાવન ડી. મોધરીયા તથા મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/