મોરબી જીલ્લામાં જુગારની વધુ સાત રેડ: ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા

0
191
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ કુલ મળીને સાત રેડ કરવામાં આવી હતી જેમાં ૫૧ જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથધરી હતી

મોરબી તાલુકાના પાનેલી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી જેથી કરીને ત્યાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી.આ દરમિયાન જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઈ ધારાભાઈ, રાજેશભાઈ લાલજીભાઈ, પ્રતાપભાઈ ચકુભાઈ, સોમાભાઈ મનજીભાઈ, અશ્વિનભાઈ ગણેશભાઇ, લાલજીભાઈ નાનજીભાઈ, હિતેશભાઈ લક્ષ્મણભાઈ, પ્રવીણભાઈ બચુભાઈ, જગદીશભાઈ જેરામભાઈ, રાહુલભાઈ કરસનભાઈ, વિપુલભાઈ કરસનભાઈ, રમેશભાઈ ગાંડુભાઈ, કલ્પેશ ભીમાભાઇ, રાજેન્દ્ર કરમશીભાઇ, ચેતન શામજીભાઈ, પ્રતાપભાઈ તેજાભાઈ , સંજયભાઈ કરસનભાઈ અને દીપકભાઈ હરખાભાઈ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૬૨૫૦૦ કબજે કરીને તમામ જુગારીઓની ધરપકડ કરેલ છે.

મોરબી તાલુકા પોલીસે હળવદ રોડ પર આવેલ ઊચી માંડલ ગામ પાસેના બસ સ્ટેન્ડ નજીક બાલાજી કોમ્પલેક્ષમાં આવેલ કરિયાણાની દુકાન પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા ઇસમો ઉપર પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમી રહેલા વિજય બાબુ સોલંકી, બાબુ ભીખા વાઘેલા, કિશન દિનેશ ગોસાઈ, સોમા કાનજી સુરાણી, જીગ્નેશ સવજી અઘારા, સોમા પોપટ સુરાણી અને અનીલ સવજી અઘારા રહે બધા ઉંચી માંડલ વાળની રોકડા રૃપિયા ૧૭૪૦૦ સાથે અટકાયતો કરી હતી

મોરબી એ ડિવિઝન પોલીસે શહેરની રાવલ શરીરને નાકે મોડીરાતે જાહેરમાં જુગાર રમી રહેલા ઇસમો ઉપર રેડ કરી હતી. એ સમયે ચાર ઈસમો જુગાર રમતા પકડાયા હતા જ્યારે બે ભાગી છુટયા હોય તેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.પોલીસે દરોડો પાડયો ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલ અતીક આરીફ કાસરીયા જાતે પીંજારા રહે.નવાડેલા રોડ,મકસુદ હનીફ પીલુડીયા પીંજારા રહે.વાવડી રોડ,સુમીત ઉર્ફે બાબો ભીખા મેવાડા રહે.રાવલ શેરી અને ઝાકીર દાઉદ ચૌહાણ સિપાઇ રહે.હળવદ રોકડા રૂા.૧૨,૮૬૦ સાથે જુગાર રમતાં પકડાઈ ગયા હતા જ્યારે સ્થળ ઉપરથી પોલીસને જોઈને તોફીક ફારૂક ફકીર રહે.મચ્છીપીઠ અને કિશન ભીખા મેવાડા રહે.રાવલશેરી ભાગી છુટયા હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની અંદર શેરી નંબર ૧૧ માં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા અબ્દુલભાઈ પઠાણ, જયેશભાઈ ધંધુકીયા અને ફારૂકભાઇ ખોડ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૬૧૫૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ શહેરના વોરાવાડ વિસ્તારની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને કમલેશભાઈ દોશીના મકાનની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી.આ સમયે ઘરધણી કમલેશભાઈ ઉપરાંત વૈભવ શાહ, વીશાલ કોઠારી, હર્ષદભાઇ શાહ, નિલેશભાઇ કોઠારી અને આંબારામભાઇ કવાડીયા જુગાર રોકડા મળી આવ્યા હતા જેથી કરીને ૨૫૩૦૦ ના મુદ્દામાલ સાથે તમામ જુગારીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હળવદ તાલુકા પોલીસે જુગાર બીજી રેડ પલાસણ ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે કરી હતી અને આ સમયે જુગાર રમતા અનિલભાઈ નંદેસીયા, ભરતભાઈ વિઠલાપરા, કિશનભાઇ વિઠલીપરા અને લાભુભાઈ વિઠલાપરા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૪૪૬૦ની રોકડ સાથે તમામ જુગારીયાઓને અટકાયત કરી હતી

વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ખાનપર ગામે રામજી મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જગદીશભાઈ ડાભી, અમરશીભાઇ ડાભી, અશ્વિનભાઈ સારલા, વિનોદભાઈ ડાભી, ભરતભાઈ સારલા, સંજયભાઈ સરવૈયા અને સંજયભાઈ ડાભી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૮૪૦ ની રોકડ સાથે જુગારીઓની ધરપકડ કરી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/