મોરબી : ઠાકર હોટેલના નામે સ્કીમ કરીને ગ્રાહકોના ખાતામાંથી પૈસા પડાવી લેવાનું કરોડોની ઓનલાઇન છેતરપિંડી !!

0
242
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી, વડોદરા અને અમદાવાદના હજારો ગ્રાહકો લૂંટાયા : પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકોના બેંક ખાતા સફાચટ થયા : ઠાકર હોટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પણ ભેજાબાજોને પકડવામાં પોલીસનો પન્નો આખરે ટૂંકો પડ્યો

મોરબી : તાજેતરમા મોરબીના વર્ષો જુના અને જાણીતા ઠાકર લોજ ગ્રુપ દ્વારા રાજકોટ સહીતના શહેરોમાં ઠાકર હોટેલ કાર્યરત છે. ઠાકર હોટલની ગુજરાતી થાળી ફેમસ છે. ત્યારે ઠાકરની ગુજરાતી થાળીના નામે અમુક ભેજબાજો લોભામણી સ્કીમો આપીને ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાનું મસમોટું કરોડોનું આંતરરાજ્ય ફ્રોડ સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં હજ્જારો ગ્રાહકો લૂંટાયા છે. આ મામલે ઠાકર હોટેલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પણ ભેજાબાજો સુધી પહોંચવામાં પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય હજુ પણ આ ફ્રોડ ચાલું જ રહ્યું છે.

હાલ ઈન્ટરનેટના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઇન ફ્રોડના અનેકવિધ બનાવો સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. મોરબી, વડોદરા અને અમદાવાદમાં કાર્યરત ઠાકર હોટેલના નામે અમુક ભેજાબાજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં રૂ. 100ની થાળી ઉપર બે થાળી ફ્રી એવી લોભામણી સ્કીમો ગ્રાહકને આપી રહ્યા છે. ઉપરાંત તેમાં ગ્રાહકે માત્ર રૂ.10નું જ પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. બાદમાં ડિલિવરી બોયને રૂ. 90 કેશમાં આપવાનું જણાવવામાં આવે છે.

જે ગ્રાહકો રૂ.10નું પેમેન્ટ કરે તેઓના ખાતામાંથી તમામ રૂપિયા ઉપડી જાય છે.આમ આ ફ્રોડમાં હજ્જારો ગ્રાહકોના ખાતામાંથી અંદાજે રૂ. અઢી કરોડ જેવી રકમ સફાચટ થઈ ગઈ છે. આ ફ્રોડ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. જે મામલે ઠાકર હોટેલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે. જો કે આ કેસ ઉકેલવામાં પોલીસનો પન્નો ટૂંકો પડતો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ફ્રોડ આચરીને હજ્જારો લોકોની મહેનતની કમાણી ચાઉ કરી જનાર ભેજાબાજો પકડાયા નથી. જો કે તેઓની જે બોગસ વેબસાઈટ હતી તે બંધ કરી દેવામાં આવી હતી. છતાં તેઓએ બેથી ત્રણ વખત નવી વેબસાઈટ બનાવીને આ ફ્રોડ કરવાનો સિલસિલો યથાવત રાખ્યો છે.

ઠાકર હોટેલ દ્વારા કોઈ ઓનલાઇન સેવા પૂરી પાડવામાં આવતી નથી : વનરાજભાઈ ઠાકર

મોરબીના ઠાકર હોટેલના માલિક વનરાજભાઈ ઠાકર( ગોપાલભાઈ)એ જણાવ્યું કે ઠાકર હોટેલ દ્વારા કોઈ ઓનલાઇન સેવા પૂરી પાડવામાં આવતી નથી. સ્વીગી અને ઝોમેટો મારફત ડિલિવરી આપવામાં આવે છે. જેથી ગ્રાહકોએ ઓનલાઇન સ્કીમની લોભામણી જાહેરાત ઉપર વિશ્વાસ કરવો નહીં.જે ફ્રોડ થયું છે તે અંગે તેઓએ સાયબર ક્રાઇમમાં કાયદેસર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/