પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું.
રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો આધાર સ્તંભ માનવામાં આવે છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો પત્રકારત્વના પવિત્ર ધર્મને કાળું ટીલું લાગે તે પ્રકારના કૃત્ય કરતા હોય છે. ત્યારે રાજકોટમાં રાજકોટ થોરાળા પોલીસે પત્રકારના નામે તોડ કરવા નીકળેલી ટોળકીના ચાર જેટલા સભ્યોની ધરપકડ કરી છે.
તાજેતરમાં જ રાજકોટ શહેરમાં સંત કબીર રોડ પર પ્લાસ્ટિકની વસ્તુ વેચવાના ધંધા સાથે જોડાયેલા જેન્તીભાઈ નામના ૬૫ વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પ્રેસ રિપોર્ટરના નામે દંપતી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે થોડા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભગવતીપરામાં રહેતા રીઝવાનાબેન ઈમ્તિયાઝભાઈ રાઉમાં અને તેનો પતિ ઈમ્તિયાઝભાઈ રાઉમાંની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે દંપતીની પૂછપરછ કરવામાં આવતા તેમણે અન્ય બે શખ્સ વિનોદ શ્રીમાળી અને રાજુ ગોસ્વામી નામની વ્યકિતના નામ જણાવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં આરોપી જણાવ્યું હતું કે, જેન્તી ભાઈની દુકાનમાં વિનોદ શ્રીમાળી નોકરી કરતો હતો, કોઈ કારણોસર તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવતાં તેને કોઈપણ રીતે પોતાના જૂના માલિક જેન્તીભાઈ સાથે બદલો લેવો હતો. આ માટે તેણે સૌપ્રથમ પોતાના મિત્ર રાજુ ગોસ્વામીનો સંપર્ક સાધ્યો હતો, જે બાદ રાજુ ગોસ્વામી અને વિનોદ શ્રીમાળીએ રીઝવાનાનો સંપર્ક કર્યો હતો જે બાદ તોડ કરવાનો આખો પ્લાન બનાવેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide