વાડાના વિસ્તારોમાં પાણી ન મળવાની ફરિયાદને આધારે કરાઈ કાર્યવાહી
માળીયા (મી.) : મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને હાલમાં આ ટીમો દ્વારા નર્મદાની કેનાલો ઉપર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેવામાં માળીયા શાખા નહેરમાં આવતા હળવદ તાલુકાના જુદા જુદા ગામની આસપાસમાંથી ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ પંપ દ્વારા પાણી ખેચતા ૪૮ જેટલા ખેડૂતોના વિજ કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૪૦થી વધુ ડીઝલ પમ્પિંગ મશીનોને પણ બંધ કરાવવામાં આવ્યા છે.નર્મદાની માળીયા કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકે અને તેઓના ખેતરની અંદર મુરઝાતા મોલને બચાવી શકે તે માટે થઈને સરકાર દ્વારા હાલમાં નર્મદા કેનાલની અંદર સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવેલ છે. પરંતુ આ કેનાલના છેવાડાના વિસ્તારના ગામો સુધી હજુ પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેથી કરીને છેવાડાના વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈના પાણીનો લાભ મળે તે માટે કેનાલમાંથી ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ પંપ તેમજ બકનળી દ્વારા પાણી ખેચતા ખેડૂતોને અનેક વખત અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ઉપાડવાની પ્રવૃત્તિને બંધ કરવામાં આવતી ન હતી. જેથી કરીને ગઈ કાલે માળીયા બ્રાન્ચ કેનાલમાં આવતા હળવદ અને ઘનશ્યામ ગઢ ગામની આસપાસના કુલ મળીને ૧૯ જેટલા ખેડૂતોની સામે કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવા બાબતે તેમજ કેનાલમાં નુકસાન કરવા બાબતે ગુનો નોંધાયો હતો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide