લાલપર નજીક રોંગ સાઈડમાં આવેલા ટ્રેલરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ

0
273
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ વાકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રીજી સીરામીક કંપની સામે રોંગ સાઈડમાં ધસી આવેલા કોલસા ભરેલા ટ્રેલર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ટ્રેલર ચાલક નાસી ગયો હતો.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સોલો સીરામીક કંપનીની ઓરડીમાં રહેતા અને બિલિંગનું કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની દેવેશસિંહ ઉર્ફે વિશાલ ગઈકાલે પોતાનું મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે વાકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક શ્રીજી સીરામીક કંપની સામે રોંગ સાઈડમાં ધસી આવેલા કોલસા ભરેલા ટ્રેલર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ સાથે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતક દેવેશસિંહ ઉર્ફે વિશાલના માસીના દીકરા સોનુભાઇ લક્ષ્મીરામ રાઠોર રહે.હાલ-સોલો સિરામીક કારખાનાની ઓરડીમાં, મુળ ગામ-ઓમનગર, ખાનપુર ચોક, ઓરૈયા તા.જી.ઓરૈયા (ઉતરપ્રદેશ) વાળાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ટેલર રજી નંબર GJ-36 -T -7611 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા MV ACT કલમ – ૧૭૭, ૧૮૪, ૧૩૪, ૧૧૯ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/