વાંકાનેરના વાલાસણ ગામે મારામારી, દારૂના ગુન્હામાં સંડોવાયેલ તેમજ ડોક્ટર પર હુમલો કરનાર બે અસામાજિક તત્વોને પાસા હેઠળ ડીટેઈન કરી સુરત જેલહવાલે કરવામાં આવ્યા છે
જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા ઇન્ચાર્જ પીએસઆઈ પી સી મોલિયા દ્વારા અસામાજિક તત્વો સમીર આદમ દલપોત્રા (ઉ.વ.૨૫) અને આદીલ ઉર્ફે સિકંદર આદમ દલપોત્રા (ઉ.વ.૨૩) રહે બંને વાલાસણ તા. વાંકાનેર વાળા વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના મારામારી, દારૂના ગુન્હામાં તેમજ ડોક્ટર પર હુમલો સહિતના ગુન્હામાં સંડોવાયેલ હોય જેની સામે પાસા પ્રપોઝલ તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ પાસા વોરંટ ઇસ્યુ કરતા બંને અસામાજિક તત્વોને કોરોનટાઈન કરીને કોરોના વાયરસ તપાસની કરાવતા રીપોર્ટ નેગેટીવ આવતા બંને ઇસમોને પાસા હુકમ બજવણી કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ધકેલાયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide