અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેર નજીક ગઈકાલે અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સોએ ગૌરક્ષક યુવાનો પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ગૌરક્ષક યુવાને ૧૫ શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૌરક્ષક યુવાન રાહુલભાઇ નથુભાઇ ડોંડા (ઉ.વ ૨૧ ધંધો માલઢોર તથા ખેતી રહે વીનયગઢ તા વાંકાનેર) એ યુ.ટી.લી.ટી વાહન નંબર ૪૬૬૨ તથા ત્રણ મોટર સાયકલ વાળા અજાણ્યા પંદર માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ ના રોજ ફરીયાદી ગૈારક્ષામા હોય ગુદાખડા ગામની સીમમાથી યુ.ટી.લી.ટી નંબર ૪૬૬૨ વાળીમા પાડા ભરી પસાર થવાની બાતમી મળતા ફરીયાદી ગુદાખડા ગામે પહોચતા યુ.ટી.લી.ટી રોકવા કોશીશ કરતા રોકાઈ ન હતી. બાદમાં પોતાના મોટર સાયકલ પર યુ.ટી.લી.ટી પાછળ પાછળ આવતા મહીકા ગામ સામે પહોચતા એક માણસે તલવાર બતાવી હતી અને લાલપર પેટ્રોલ પંપ સામે પહોચતા બીજી પીકપ વાહન તથા ત્રણ મોટર સાયકલ પર કુલ મળીને પંદર જેટલા શખ્સો પાઇપ તથા બડીકા લઇ આવી ફરીયાદીને ગાળોબોલી પોતાની પાસેના પાઇપ બડીકા વતી ફરીયાદીને જમણા હાથે વાસામા ડાબાપગે મુંઢ મારમારી તેમજ ઢીકાપાટુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સાહેદ નવધણ દેવા વચ્ચે પડતા તેને પણ મુઢમાર મારતા તેમજ મોટર સાયકલમા નુકશાની કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide