મોરબી એલસીબીનો દરોડો : રોકડ રૂ. 38 હજાર જપ્ત
વાંકાનેર : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 38,000ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન એલ.સી.બી.ને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી સજજનપર તરફ જતા કાચા રસ્તે રહેતા જેરામભાઇ મનજીભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમ્યાન આરોપીઓ જેરામભાઇ મનજીભાઇ મકવાણા, કમલેશભાઇ ઉર્ફે કલાભાઇ રણછોડભાઇ કોબીયા, ભરતભાઇ હરજીભાઇ મકવાણા, નારણભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સોઇગામ, રોહીતભાઇ તેજાભાઇ મકવાણા, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલા (રહે. છએય કોઠારીયા) તથા કરમશીભાઇ આંબાભાઇ ભુત (રહે. સજજનપર)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે રોકડ રૂપીયા 38,000 જપ્ત કર્યા છે. તેમજ સાતેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide