પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે પણ કરાયું આયોજન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી.
કોરોના મહામારીએ માથું ઊંચકતા, કોરોનાથી રક્ષણ આપતી વેક્સિન લેવી ખૂબ જરૂરી છે અને તેની કોઈ જ આડઅસર થતી નથી. તેવી સમજણ હવે દ્રઢ બની છે. ત્યારે વાંકાનેરમાં દાઉદી વ્હોરા સમાજના 70 જેટલા લોકોએ સામૂહિક રસીકરણ કરાવ્યા બાદ, આજરોજ પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે સામૂહિક રસીકરણનું આયોજન કરતા લોહાણા સમાજનાં 50 લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે રસી મુકાવી હતી. બ્લોક હેલ્થ વિભાગનાં આરીફ શેરશિયા, માથકિયાભાઈ, અર્બન મેડિકલ ઓફિસર ડૉ. દેસાણીએ આરોગ્યલક્ષી જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide