વાંકાનેરના દૂધના કેનમાં દારૂની હેરફેરી કરનાર રાજકોટનો શખ્સ ૮૪ બોટલ દારૂ સાથે ઝડપાયો

0
105
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તાજેતરમા વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને રોકીને પોલીસે તલાશી લેતા તેની પાસે રહેલા દુધ ભરવાના કેનમાઠી દારૂની બોટલો પણ મળી આવી હતી આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, દૂધના વાહનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે ત્યાર બાદ આજે ભલગામ ગામના પાટીયા પાસેથી ૮૪ બોટલ દારૂ સહિત કુલ પ૭૨૦૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતા ત્યારે હરીચંન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી પસાર થતાં યુવાનને રોકવામાં આવેલ હતો અને તેની પાસે બાઈકમાં રહેલા દૂધ ભરવા માટેના કેન ચેક કરવામાં આવતા તેમાથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો ખેંગારભાઇ શેરસીયા જાતે ભરવાડ (ઉવ .૩૫) રહે.રાજકોટ  જકાતનાકાની સામે, જય જવાન સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડની કુલ મળીને ૮૪ શીલપેક દારૂની બોટલ કબ્જે કરેલ છે અને બાઇક સહિત પ૭ર૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીએસઆઈ આર.પી.જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરીશચન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, દર્શિતભાઇ વ્યાસ દ્વારા કરવાંમાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, અગાઉ હળવદ પાસેથી દૂધના ટેન્કરમાઠી મોટી માત્રમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/