જાલસીકા ગામે દીપડાએ ગાય બાદ બળદનું મારણ કરતા ફફડાટ : વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ
વાંકાનેર : હાલ વાંકાનેર પંથકમાં કોરોનાના કહેર વચ્ચે જાલસિકા ગામે દીપડાએ આંતક મચાવ્યો છે.જેમાં બે દિવસ પહેલા એક ગાયનું મારણ કર્યા બાદ આજે એક બળદને શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે.આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ છે અને દીપડાને પકડવા માટે પાંજરા મુકવા તૈયારી શરુ કરી છે.
વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે છેલ્લા બે દિવસથી દીપડાએ રીતસર હાહાકાર મચાવ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું.ત્યારે ફરી દીપડાએ આંતક મચાવીને આજે એક બળદનો શિકાર કર્યો હતો.ગામની સીમમાં દીપડાએ મારણ કર્યા બાદ બળદનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ મચી ગયો છે.ગ્રામજનો દીપડાના આંતકથી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટનાસ્થળે નિરક્ષિણ કરીને દીપડાએ મારણ કર્યું હોવાની પુષ્ટિ આપી હાલ દીપડાને ઝડપી લેવા ગામમાં પાંજરા મુકવામાં આવ્યા છે.આ ગામને વાંકાનેર નજીક આવેલા મચ્છુ 1 ડેમમાંથી પાણી પૂરું પાડાવમાં આવે છે.પણ દીપડાનો આંતક હોવાથી ગામમાંથી મચ્છુ ડેમ તરફ જવામાં પણ લોકો ભય અનુભવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં પણ આ ગામમાં દીપડાએ દેખા દીધી હતી અને ત્યારે પણ આંતક મચાવ્યો હતો.આથી જે તે સમયે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા મુક્યા હતા પણ દીપડો પકડમાં આવ્યો ન હતો.હવે ફરીથી દીપડાના આંતકને પગલે પાંજરા મુકવા તજવીજ શરૂ થઇ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide