મોરબી: હાલ મોરબી જીલ્લામાં તસ્કર ટોળકી સક્રિય થઇ હોય અને એક બાદ એક ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસની કામગીરીની નિષ્ફળતા સાબિત કરતી હોય તેવી ભાસ થઇ રહ્યો છે તો ફરી એક ચોરીની ધટના સામે આવી છે જેમાં વાંકાનેરના ગુલશન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનના તાળા તોડી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ વાંકાનેર પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે ગુલશનપાર્ક સોસાયટીમાં રહેતા મકબુલભાઈ અબ્દુલભાઈ મેસાણીયા (ઉ.૩૭) ના ભાડાના મકાનમાં કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી મકાનના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ.૪૦,૦૦ તથા ભીંત બતાકામાં રાખેલ કુરાન શરીફ રાખેલ લાકડાની નાની પેટીમાં રાખેલ જુના સોના ચાંદીના દાગીનાનો સોનાનો ચેઈન પાંદડી વાળો આસરે દોઢ તોલાનો કીમત રૂ.૩૦,૦૦૦ તથા કાનમાં પહેરવાના એરિંગલટ સાથેના વજન આશરે દોઢ તોલા કીમત રૂ.૩૦,૦૦૦ તથા કાનમાં પહેરવાની સોનાની નાની બુટી તથા કાનમાં પહેરવાની સોનાની કડી તથા નાકમાં પહેરવાના સોનના દાણા નંગ-૩ તથા સોનાની વીટી જે ચારેય આશર વજનમાં અડધા તોલાના જુના સોનાના દાગીના કીમત રૂ.૧,૦૦૦ તથા એક જોડી ચાંદીના સાંકળા વજન આશરે ૫૦ ગ્રામ કીમત રૂ.૨૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ., ૧,૧૨,૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ મકબુલભાઈ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide