વાંકાનેર : હાલ વાંકાનેરમાં કોરોનાનાં કહેર વચ્ચે હજુ પણ બેદરકાર લોકોને માસ્ક સાથે સમજણ પણ શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે હજુ પણ અમુક બેદરકાર લોકો માસ્ક પહેરવામાં ઘોર બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા અવિરત માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે. આજ રોજ શહેર પી.આઈ. એચ. એન. રાઠોડ અને પોલીસ સ્ટાફ દ્વારા માર્કેટ ચોક વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં. કોરોના લાગુ પડે પછી દોડધામ થાય છે, તેનાથી બહેતર છે કે કોરોનાને શરીરમાં પ્રવેશતો જ અટકાવવો. જેના માટે ખાસ કરીને ફેસ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વિગેરે સાવચેતી રાખવી જોઈએ. ત્યારે શહેર પી.આઈ. દ્વારા આજ રોજ અનેક લોકોને માસ્ક શા માટે જરૂરી છે? તેવી સમજણ પણ આપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide