વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણ પોષણની રકમ નહિ ચૂકવનાર પતિને નામદાર અદાલતે 285 દિવસની કેદની સજા ફટકારી છે
વાંકાનેરના રહેવાસી શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ તેમના પતિ બાદી આશીફભાઈ મહમદભાઈ વિરૂધ્ધ ભરણપોષણની અરજી કરતા સદરહુ અરજીના કામે વાંકાનેર અદાલતે દર માસે રૂા. ૩,૦૦૦/- અંકે રૂપીયા ત્રણ હજાર પુરા ચડયે ચડ્યા ચૂકવવાનો હુકમ પતિની વિરૂધ્ધ કરેલ હતો, પરંતુ પતિ બાદી આશીફભાઈએ, ભરણપોષણની રકમ નહિ ચૂકવતા, પત્ની / અરજદાર શબાનાબેન ડો.ઓ. રજાકબાપુ બેલીમનાએ, પતિ વિરૂધ્ધ ચડત ભરણપોષણની રકમ વસુલ મેળવવા ફોજદારી પરચૂરણ અરજી નાં. ૪૧/૨૦૨૦ થી દાખલ કરતા, વાંકાનેરના મહે. એડિશ્નલ ચીફ જયુડી. મેજી. શ્રી એ.આર. રાણાએ, પતિ બાદી આશીફભાઈ મહમદભાઈને કુલ ૨૮૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. અરજદાર તરફે વકીલ તરીકે શબાના એમ. ખોખર તથા નસીમ એમ. ખોખર રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide