હીરાસર વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા
વાંકાનેર : હાલ વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દરોડો પાડ્યો હતો અને બોલેરો ગાડીમાં દારૂ ઉતારી રહેલા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને રંગે હાથ ઝડપી લીધા હતા. જો કે દરોડાનું સ્થળ વાંકાનેર તાલુકામાં આવતું હોય રાજકોટ પોલીસે મુદ્દામાલ અને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યા છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હીરાસર વિડી નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું અને બોલેરો ગાડીમાં કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા પ્રવીણભાઈ નાથાભાઇ ગાંગડીયા (રે.રૂપાપરા ગામ, તા.વાંકાનેર), સલીમ ઈકબાલભાઈ શેખ, વાંકાનેર અને ખિયારામ ગંગારામ બેનિવાલ (રહે.બાડમેર, રાજસ્થાન) વાળાને દારૂના વિશાળ જથ્થા સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર, બોલેરો ગાડી સહિતનો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો.
જો કે, વાંકાનેરની હદમાં મોટાપ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના કટિંગ અંગે રાજકોટ પોલીસના દરોડાને પગલે તરેહતરેહની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide