વાંકાનેરમાં ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલાપ

0
112
/

હહકલ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
મોરબીના વાંકાનેરમાં ત્રણ વર્ષની મુસ્લિમ પરિવારની બાળકી તેના માતા-પિતાથી વિખુટો પડી જતા she ટીમના સભ્યોએ પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું..

આ કેસની મળતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસ મથક ના she ટીમના સભ્યો પેટ્રોલિંગમાં હોય તે સમયે ધર્મચોક પાસેથી ત્રણ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવતા she ટીમ ના ઈન્ચાર્જ એસ આઇ H. T. મઠીયા દ્વારા આ બાળકીના વાલી વિશે આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવેલ પરંતુ તેની કોઈ માહિતી ન મળતાં વાંકાનેર સીટી પોલીસ લઈ જાય ત્યાં આ બાળકીનું નામ પુછતા તેનું નામ મરીશ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેના માતા-પિતા અને રહેઠાણ વિશે પુછતાછ કરતા પોલીસને કોઈ વિગતો સાંપડી ન હોય આથી પોલીસ દ્વારા તેના માતા-પિતાની શોધખોળ હાથ ધરતા આ બાળકી મુસ્લિમ પરિવારની મોહસીના બેન મકસુર ભાઈ ભોયાણી ભાટિયા વાસમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું આ બાળકીનું તેના માતા-પિતા સાથે She ટીમના સભ્યોએ સુખદ મિલન કરાવ્યું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/