વાંકાનેર : હાલ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ, અધિક્ષક ઈજનેર મોરબી અને કાર્યપાલક ઈજનેર વાંકાનેરની રાહબરી વિનયગઢ ગામે લંગર નાખીને થતી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રૂ. 54 લાખ જેવી માતબર રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
વાંકાનેરના વિનયગઢ ગામે લોડ સાઇડ R,Y.B ph ફ્યુઝ ઓપન અને વધારાના લંગર વાયરનો ઉપયોગ, 3 ph મીટર બાય પાસ માટે જોગવાઈની મોડ્સ ઓપરેન્ડી સાથે થતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં નિતેશ મૂળજી કંટારિયા નામના વ્યક્તિને 54.7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરીમાં ડી.આર. પરમાર, ડી.આઈ.સી.-હળવદ, જે.જે. સંઘવી, JE ic- હળવદ, પી.એચ. અમીન, JE ic.-ભુજ અને કે.જે. કૈલા , JE -વાંકાનેર ગ્રામ્યના રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide