હાલ વાવાઝોડા બાદ મોરબીમાં રાત્રીથી વરસાદ શરુ થયો છે અને વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ૩૦ જેટલા વીજપોલ પડી ગયા હોય જેથી ૯૯ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ બન્યો છે જે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા વીજતંત્ર કામગીરી કરી રહ્યું છે
રાત્રીથી વરસાદી માહોલ બાદ વહેલી સવારથી મોરબી જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને પવન સાથે વરસાદ પડતા મોરબી જીલ્લામાં હળવદ સરા સબ ડીવીઝન, વાંકાનેરના લુણસરીયા વીજ ફીડર સહિતના વીજપોલને નુકશાન થયું છે અને જીલ્લામાં ૩૦ વીજપોલ પડી ગયા હોય જેથી જીલ્લાના ૯૯ ગામોમાં વીજળી ગુલ થઇ છે અને બપોર સુધીમાં ગામડાઓમાં લાઈટ ચાલુ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું પીજીવીસીએલ અધિકારી ડોબરિયાએ જણાવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide